“તને છૂટ છે”


તું પૂરો આપે સાથ કે તરછોડે અડધે રસ્તે તને છૂટ છે...
તું પ્રશ્નો કરે અગાધ કે જવાબ ની સોગાત તને છૂટ છે..

મન ફાવે આવ ને તું જા મરજી હશે તારી તને છૂટ છે...
હોઈ ઈચ્છા કરજે વાત ન'તો સાંભળ્યા કરજે તને છૂટ છે..

ભરી દે ખાલીપો યાર કા કર તું સમાપ્ત બધી તને છૂટ છે...
ચાહ પામુ આ જન્માર ન'તો સદીઓની વાટ તને છૂટ છે...

કરી લે મન ભરી વાત,સિવી લે હોઠ તારે હાથ તને છૂટ છે..
બુઝાવી દે મારી પ્યાસ યા તડપાવી દે સારી રાત તને છૂટ છે..

વર્ષાવ લાગણી અપાર યા મારી દે કોરે દુકાળ તને છૂટ છે...
શાંભળ કવિતા મારી નતો સળગાવ શબ્દઝાળ તને છૂટ છે...

Poem Rating:
Click To Rate This Poem!

Continue Rating Poems


Share This Poem