પ્રકૃતિપ્રેમ


ખળખળ વહેતા નીર જુઓને કેવા દોડી જાય
દરિયાના ખોળા માં સમાવવા ગાન્ડા ઘેલા થાય,

રૂપે મઢેલી રાત ને, રૂપાળો છે કેવો પેલો ચાંદ
ચાંદનીના સથવારે પહેલા તારા પણ ચમકાય,

પથરાળા રસ્તાઓ પર પણ હરખભેર હરખાતું
ઊછળતું કૂદતું મજાનું પેલું ઝરણુ દોડ્યું જાય,

પ્રણયના ગીતો ગાતું પહેલું જુવાનજોધ ઝાડવું
પેલી વેલીમાં પણ જોવાની ના લાલ ફૂલ થાય,

જુવો એ પોતાને પ્રકૃતિના પ્રેમનું પ્રતીક ગણાતું
હવે તો ફુલડા પણ પોતાના ગુમાનમાં મહેકાય,

પ્રેમની મીઠી સુગંધ, સાથે લઈને દોડી આવે
આ પવન પણ હવે શ્વાસોમાં પ્રાણ પૂરી જાય..
-payal patel "ખુશી"

Poem Rating:
Click To Rate This Poem!

Continue Rating Poems


Share This Poem