વરસાદ ની વેળાં


અષાઢનું આગમન થયું ને વીતી ગરમીની ધૂપ
તડકાની વિદાય થઇ ને ખીલ્યું ધરતીનું રુપ
ક્ષણે-ક્ષણ આજે આનંદિત થઇ ઉઠતા;
આંખોમાં રહેલ સપનાઓને મળ્યું નવું સ્વરુપ.

સૃષ્ટિની આ સોનેરી પળોને જીવવાને મન તરસે
તરસી આ અવની પર અમૃત જાણે વરસે
વીણેલાં મોતી સમ વરસાદનાં ટીપાં;
જેની સાથે દિલ બાળક થઇને હરખે.

ઠંડી પવનની લેરખી ને ભીંજાયેલું માટીનું વન
વરસાદ સાથે જીવું હું મારા બાળપણનું જીવન
તરણું કોળ્યું ને ખીલ્યા ફુલ-છોડ;
હવા પલટી ને ધરતી પર ખીલ્યું જાણે ઉપવન.

ત્રણ વાનાં મુજને ગમે: "વરસાદ, પુસ્તક ને મા,
ચોથી ગમે સંગીતની ધુન, સાથે બે કપ ચા!

_ભુમિ રાવલ.

Poem Rating:
Click To Rate This Poem!

Continue Rating Poems


Share This Poem